ધોરણ 10 સામાજિક વિજ્ઞાન | પ્રકરણ 1: ભારતનો વારસો (સંપૂર્ણ માર્ગદર્શન)

ભારતનો વારસો: એક પરિચય 

  •  ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. 

  • ભારતના પ્રાચીન ગ્રંથ 'વિષ્ણુપુરાણ' માં ભારત વિશે કહેવાયું છે કે, સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારતવર્ષ છે.
  • આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ
  • આ આદાન-પ્રદાનની પ્રક્રિયા દ્વારા આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો.
સંસ્કૃતિ અને ભારતીય વારસો

સંસ્કૃતિનો અર્થ

  • સંસ્કૃતિ એટલે ‘જીવન જીવવાની રીત’. તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર-વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય.
  • ભારતીય સંસ્કૃતિનો વારસો
  • વારસો એટલે આપણને આપણાં પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ
  • ભારતના આ વારસાને મુખ્ય બે વિભાગોમાં વહેંચીને સમજી શકાય છે:

  • ભારતનો પ્રાકૃતિક વારસો

  • ભારતનો સાંસ્કૃતિક વારસો

ભારતનો પ્રાકૃતિક વારસો

પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ. આ વારસો એ કુદરતની ભેટ છે

ક્રમ બાબતો મહત્વ
1. ભૂમિદૃશ્યો (Landscapes) હિમાલયમાં ઉપયોગી વનસ્પતિ, ખનીજો, અને તરાઈનાં જંગલો આવેલાં છે.
2. નદીઓ (Rivers) ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. નદીઓને ‘લોકમાતા’નું બહુમાન અપાયું છે.
3. વનસ્પતિજીવન ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા થાય છે. હરડે, આંબળા, લીમડો જેવી ઔષધિઓ જીવનને સમૃદ્ધ બનાવે છે.
4. વન્યજીવન (Wild Life) વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરનાં જંગલોમાં જોવા મળે છે.
.


 ભારતનો સાંસ્કૃતિક વારસો

સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો. માનવીએ પોતાનાં કુનેહ, બુદ્ધિચાતુર્ય, આવડત અને કલા-કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું, તેને સાંસ્કૃતિક વારસો કહેવાય

  • આર્યોથી શરૂ કરીને શકો, ક્ષત્રપ, કુષાણ, મુઘલ, અંગ્રેજો વગેરે જેવી

    વિવિધ જાતિઓ ભારતમાં આવી અને આદાન-પ્રદાનથી સંસ્કૃતિ સમૃદ્ધ બની.

  • શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે.

  • સાંસ્કૃતિક વારસામાં

    મંદિરો, શિલાલેખો, સ્તૂપો, મકબરા, કિલ્લાઓ, રાજમહેલો, દાંડી, સાબરમતી આશ્રમ વગેરેનો સમાવેશ થાય છે.

  • શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, વાસ્તુશાસ્ત્ર જેવી ઘણી મહત્ત્વની શોધો પણ ભારતમાં થઈ છે.

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (મુખ્ય સ્થળો):

  • પુરાતત્ત્વીય સ્થળો: લોથલ (ધોળકા), રંગપુર (લીમડી), ધોળાવીરા (કચ્છ), રોઝડી (રાજકોટ).

  • ઐતિહાસિક સ્મારકો: વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ , મોઢેરાનું સૂર્યમંદિર,

    સિદ્ધપુરનો રૂદ્ર મહાલય, અમદાવાદમાં ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી.

  • ધાર્મિક સ્થાનો: દ્વારકાધીશ મંદિર, સોમનાથ મંદિર (12 જ્યોતિર્લિંગો પૈકીનું) , અંબાજી, બહુચરાજી, ડાકોર.

  • બૌદ્ધ/જૈન સ્થળો: વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, પાલીતાણા (જૈન)