TAT HS 2026 Notification | Exam Date, Syllabus & Apply Online | TAT Higher Secondary

TAT-HS 2026 જાહેરનામું: તારીખ, સિલેબસ અને સંપૂર્ણ માહિતી

રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગાંધીનગર દ્વારા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક અભિરુચિ કસોટી (TAT Higher Secondary - 2026) નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં (ધોરણ 11 અને 12) શિક્ષક બનવા માંગે છે તેમના માટે આ સુવર્ણ તક છે.

🆕 મહત્વના સમાચાર: શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ TAT-HS પરીક્ષા હવે દ્વિસ્તરીય (Two-Tier) પદ્ધતિથી લેવામાં આવશે (પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા).

📅 મહત્વની તારીખો (Important Dates)

વિગત તારીખ
જાહેરનામું પ્રસિદ્ધ તારીખ 05/02/2026
ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 10/02/2026
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19/02/2026
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 20/02/2026
પ્રાથમિક પરીક્ષા (Prelims) તારીખ 29/03/2026
મુખ્ય પરીક્ષા (Mains) તારીખ મે - 2026 (સંભવિત)

💰 પરીક્ષા ફી (Exam Fees)

  • SC, ST, SEBC, EWS, PH કેટેગરી: રૂ. 400/-
  • સામાન્ય કેટેગરી (General): રૂ. 500/-
  • નોંધ: ફી માત્ર ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે.

🎓 શૈક્ષણિક લાયકાત (Eligibility)

ઉમેદવાર સંબંધિત વિષયમાં અનુસ્નાતક (Master's Degree) અને B.Ed. અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. (વિષયવાર લાયકાત માટે વિગતવાર નોટિફિકેશન જુઓ).

જે વિદ્યાર્થીઓ હાલમાં B.Ed. અથવા અનુસ્નાતકના છેલ્લા વર્ષમાં છે, તેઓ પણ ફોર્મ ભરી શકશે (પરિણામ શરતોને આધીન).

📝 પરીક્ષા પદ્ધતિ (Exam Pattern)

પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે:

1. પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam) - 200 ગુણ

  • પ્રકાર: બહુવિકલ્પ પ્રશ્નો (MCQ)
  • સમય: 180 મિનિટ
  • વિભાગ 1: સામાન્ય અભ્યાસ (100 પ્રશ્નો - 100 ગુણ)
  • વિભાગ 2: ખાસ વિષયની કસોટી (100 પ્રશ્નો - 100 ગુણ)
  • નેગેટિવ માર્કિંગ: 0.25 ગુણ (ખોટા જવાબ દીઠ)
  • આ પરીક્ષા પાસ કરનાર જ મુખ્ય પરીક્ષા આપી શકશે.

2. મુખ્ય પરીક્ષા (Mains Exam) - 200 ગુણ

  • પ્રકાર: વર્ણનાત્મક લેખિત પરીક્ષા (Descriptive)
  • પ્રશ્નપત્ર 1: ભાષા ક્ષમતા (ગુજરાતી/હિન્દી/અંગ્રેજી) - 100 ગુણ (150 મિનિટ)
  • પ્રશ્નપત્ર 2: વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર - 100 ગુણ (180 મિનિટ)

✅ પાસિંગ ધોરણ (Passing Standard)

હાલમાં થયેલા સુધારા ઠરાવ મુજબ મુખ્ય પરીક્ષામાં મેરીટ લિસ્ટમાં સ્થાન મેળવવા માટે:

  • General Category: ઓછામાં ઓછા 60% ગુણ.
  • Reserved Categories (SC/ST/SEBC/EWS/PH): ઓછામાં ઓછા 55% ગુણ.

📂 કયા વિષયોની પરીક્ષા લેવાશે?

ગુજરાતી માધ્યમ: એકાઉન્ટ, બાયોલોજી, કેમેસ્ટ્રી, કોમ્પ્યુટર, અર્થશાસ્ત્ર, અંગ્રેજી, ભૂગોળ, ગુજરાતી, હિન્દી, ઈતિહાસ, ગણિત, ભૌતિકશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સંસ્કૃત, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર વગેરે.

(અંગ્રેજી અને હિન્દી માધ્યમ માટે પણ અલગ યાદી નોટિફિકેશનમાં છે.)

🚀 કેવી રીતે અરજી કરવી? (How to Apply)

  1. સૌ પ્રથમ ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ.
  2. "Apply Online" પર ક્લિક કરો અને TAT (Higher Secondary) પસંદ કરો.
  3. તમારી વિગતો ભરી રજીસ્ટ્રેશન કરો અને ફોટો-સહી અપલોડ કરો.
  4. અરજી કન્ફર્મ કરો અને ફી ઓનલાઈન ભરો.

વધુ માહિતી અને અભ્યાસક્રમ માટે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો.
All the best for your Exam! 👍

FAQ: TAT-HS 2026

પ્રશ્ન: TAT-HS 2026 ની પરીક્ષા ક્યારે છે?
જવાબ: પ્રાથમિક પરીક્ષા 29/03/2026 ના રોજ લેવાશે.

પ્રશ્ન: શું માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષમાં હોય તે ફોર્મ ભરી શકે?
જવાબ: હા, જેઓ 2025-26 માં છેલ્લા વર્ષમાં છે તેઓ ફોર્મ ભરી શકે છે (શરતોને આધીન).

પ્રશ્ન: TAT-HS પરીક્ષા ફી કેટલી છે?
જવાબ: જનરલ કેટેગરી માટે રૂ. 500 અને અનામત વર્ગ માટે રૂ. 400 છે.