TAT(S) અને TAT(HS) મુખ્ય પરીક્ષામાં મોટા ફેરફાર
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો ઠરાવ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 27/01/2026 ના રોજ એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે આ ઠરાવ મુજબ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક ભરતી માટે લેવાતી TAT (Teacher Aptitude Test) મુખ્ય પરીક્ષાના પાસિંગ માર્ક્સના ધોરણોમાં સુધારો કરવામાં આવ્યો છે.
નવો સુધારો: હવેથી મેરીટ લિસ્ટમાં સ્થાન મેળવવા માટે ઉમેદવારોએ નીચે મુજબના લઘુત્તમ ગુણ મેળવવા ફરજિયાત રહેશે.
નવા પાસિંગ માર્ક્સ (New Passing Marks)
સરકારશ્રીના નવા ઠરાવ મુજબ જનરલ અને અનામત કેટેગરી માટે અલગ-અલગ ટકાવારી નક્કી કરવામાં આવી છે:
| કેટેગરી (Category) | જરૂરી ટકાવારી (%) | જરૂરી માર્ક્સ (200 માંથી) |
|---|---|---|
| સામાન્ય (General) | 60% | 120 માર્ક્સ |
| અનામત (SC, ST, SEBC, EWS, PH) | 55% | 110 માર્ક્સ |
મહત્વની બાબતો
- આ માર્ક્સ કુલ 200 ગુણની મુખ્ય પરીક્ષા (Mains) માંથી ગણવામાં આવશે.
- જનરલ કેટેગરીના ઉમેદવારોએ મેરીટમાં આવવા માટે ઓછામાં ઓછા 60% ગુણ લાવવા પડશે.
- અનામત કેટેગરી (SC, ST, SEBC, EWS, PH) ના ઉમેદવારો માટે 5% ની છૂટછાટ આપવામાં આવી છે, એટલે કે તેમણે 55% ગુણ લાવવાના રહેશે.
- આ સિવાયના તારીખ 29/04/2023 અને 13/01/2026 ના ઠરાવની અન્ય શરતો અને જોગવાઈઓ યથાવત રહેશે.
સંદર્ભ: શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર - ઠરાવ ક્રમાંક: ED/MSM/e-file/3/2022/5921/G. (તારીખ: 27/01/2026).