📚 ધોરણ ૧૦ સામાજિક વિજ્ઞાન: પ્રકરણ ૧ 'ભારતનો વારસો' - સ્વાધ્યાયના જવાબો
પ્રશ્ન ૧: આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો.
જવાબ: ભારતીય સંસ્કૃતિના નિર્માણમાં આર્ય અને દ્રવિડ બંને પ્રજાનું મહત્ત્વનું યોગદાન છે.
તેમની વિગતો નીચે મુજબ છે:
આર્ય પ્રજા
આર્ય પ્રજા
આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા.
- તેઓ પ્રકૃતિ પ્રેમી હતા; વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા કરતા.
- આર્યોએ પ્રકૃતિના તત્વોની શ્રુતિઓ રચી, જેમાંથી સમય જતાં યજ્ઞયાગાદિ ધાર્મિક ક્રિયાઓ શરૂ થઈ.
- આર્ય પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી.
- તેમણે અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉત્તમ તત્વો અપનાવીને સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું.
- શરૂઆતમાં વાયવ્ય ભારતમાં (સપ્તસિંધુ પ્રદેશ) રહેતા હતા.
- તેમના મુખ્ય વસવાટવાળા પ્રદેશને આર્યાવર્ત નામ અપાયું.
- દ્રવિડો ભારતના મૂળ રહેવાસી હતા અને દ્રવિડ ભાષા બોલતા હતા.
- તેઓ પાષાણયુગની સંસ્કૃતિના વારસદાર અને મોહેં-જો-દડોની (સિંધુખીણની) સંસ્કૃતિના સર્જકો મનાય છે.
- તેમણે દેવીને માતારૂપે અને પરમાત્માને પિતારૂપે માન્યા, જેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો.
- ધૂપ, દીપ અને આરતી વડે દેવ-દેવીઓની પૂજા કરવાની પ્રથા તેમનો વારસો છે.
- પ્રકૃતિ-પૂજા અને પ્રાણીઓની પૂજા પણ દ્રવિડોની ભેટ છે.
- દ્રવિડો માતૃમૂલક-માતૃપ્રધાન કુટુંબપ્રથા ધરાવતા હતા.
- તેઓ અવકાશી ગ્રહો, હોડી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરેનું જ્ઞાન ધરાવતા હતા.
- ઉત્તર ભારત પર આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારતમાં સ્થાયી થયા.
- તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી દ્રવિડ ભાષાઓ આજે પણ દક્ષિણમાં પ્રચલિત છે.
જવાબ: સંસ્કૃતિ એ માનવ સમાજનું અભિન્ન અંગ છે, જેનો અર્થ નીચે મુજબ વિગતે સમજી શકાય છે:
- વ્યાખ્યા: સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર-વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચત્તમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો.
- વિકાસયાત્રા: સંસ્કૃતિ એટલે 'ગુફાથી ઘર' સુધીની માનવજાતની વિકાસયાત્રા. તે માનવીની પ્રગતિ અને જીવનશૈલીમાં થયેલા બદલાવોનું પ્રતીક છે.
- જીવનશૈલી: સંસ્કૃતિમાં કોઈપણ પ્રજા સમૂહની જીવનશૈલીનો સમાવેશ થાય છે.
- મૂલ્યોનો સમાવેશ: સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, કલા, કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે.
- જીવન જીવવાની રીત: ટૂંકમાં, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત.
- ઘડતર: દેશ કે સમાજમાં સમય અને સંજોગો અનુસાર લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે.
- માનવમનનું ખેડાણ: મહાન રશિયન સમાજશાસ્ત્રી બી. મેલીનોનોશ્ર્સ્ટ્ટીના માટે સંસ્કૃતિ એટલે માનવમનનું ખેડાણ.
જવાબ: ગુજરાત તેની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિ માટે જાણીતું છે. તેનો સાંસ્કૃતિક વારસો નીચે મુજબ સવિસ્તાર સમજી શકાય છે:
- સાંસ્કૃતિક મહોત્સવો: ગુજરાતમાં અનેક ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવો ઉજવાય છે, જેમ કે: પોળોનો મહોત્સવ (વિજયનગર), પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ (અમદાવાદ), તાના-રીરી મહોત્સવ (વડનગર), ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ (મોઢેરા), રણોત્સવ (કચ્છ) વગેરે.
- બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ: વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, તળાજા વગેરે સ્થળોએ પ્રાચીન બૌદ્ધ અને જૈન ગુફાઓના અવશેષો મળે છે.
- ધાર્મિક સ્થળો: દ્વારકાધીશનું મંદિર અને શારદાપીઠ (દ્વારકા), સોમનાથ મંદિર (૧૨ જ્યોતિર્લિંગો પૈકીનું એક), અંબાજી, બહુચરાજી, પાવાગઢનું મહાકાળીનું મંદિર, જૈન તીર્થ પાલિતાણા (શેત્રુંજય પર્વત).
- મેળાઓ: મોઢેરાનો મેળો, ભાદરવી પૂનમનો મેળો (અંબાજી), ભવનાથનો મેળો (ગિરનાર), તરણેતરનો મેળો, વૌઠાનો મેળો (સાત નદીઓનો સંગમ) વગેરે.
- ઐતિહાસિક અને સ્થાપત્ય વારસો: વડનગરનું પ્રખ્યાત કીર્તિતોરણ, જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્યમંદિર, ચાંપાનેરનો કિલ્લો, પાટણની વિશ્વ વિરાસત સ્થળ રાણકી વાવ, અમદાવાદની સૌથી મોટી જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સિદી સૈયદની જાળી વગેરે.
જવાબ: આપણા બંધારણમાં અનુચ્છેદ ૫૧ (ક) માં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં વારસાના જતન માટે નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવે છે:
- આપણી સમન્વય પામેલ સંસ્કૃતિના સમૃધ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી. (અનુ. ૫૧-ક, છ)
- દેશના જંગલો, તળાવો, નદીઓ તેમજ વન્ય પશુ-પંખીઓ સહીત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું. (અનુ. ૫૧-ક, જ)
- ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિઓની શુધ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે.
- આપણા સાંસ્કૃતિ વારસાના પ્રતીક સમા પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્યો ધરાવતા સ્થળોને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું.
- દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો.
જવાબ: પ્રાકૃતિક વારસો એટલે “પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ”. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે.
પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો:
- ભારતના પ્રાકૃતિક વારસામાં ઉંચા પર્વતો, જંગલો, ઝરણાં, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણપ્રદેશો વગેરે પ્રાકૃતિક વિશિષ્ટતાઓનો સમાવેશ થાય છે.
- આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓને દેવી સ્વરૂપ માનવામાં આવે છે.
- ભારતના ભૂમિદ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનીજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે.
- હવામાનનમાં થતા પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે.
પ્રશ્ન ૬: 🎨 ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો.
જવાબ: સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા-કૌશલ્ય વડે જે કોઈ સર્જ્યું કે મેળવ્યું છે, તે સાંસ્કૃતિક વારસો કહેવાય છે.
ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ:
- ભારતના સાંસ્કૃતિ વારસામાં રાજમહેલો, ઈમારતો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, મંદિરો, મકબરા, ગુંજબો, કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્ખનન કરેલા સ્થળો વગેરે જેવા સ્થળોનો સમાવેશ થાય છે.
- આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્ય, ગણિત, ધાતુ, ધર્મ, સાહિત્ય, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર વગેરેની મહત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે.
- મૌર્યયુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુધ્ધનું પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર-પ્રવર્તમાન વાળી ગૌતમ બુધ્ધની પ્રતિમા વગેરે સાંસ્કૃતિક વારસાની સમૃધ્ધિના દર્શન કરાવે છે.
- ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે. દા. ત. શિલ્પ કંડારવાની કળા જે લગભગ 5000 વર્ષ પ્રાચીન છે.
1. આર્ય પ્રજા અન્ય ક્યા નામે ઓળખાય છે?
આર્ય પ્રજા નોડિર્ક નામે પણ ઓળખાય છે.
2. નેગ્રીટો (હબસી) પ્રજા વિશે ટૂંકી માહિતી આપો.
શ્યામવર્ણ, 4 થી 5 ફૂટ ઉંચાઈ અને માથે વાંકળિયા વાળ એ નેગ્રીટો અથવા નીગ્રો પ્રજાની શારીરિક વિશેષતા છે. નેગ્રીટો અથવા નીગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈને ભારતમાં આવ્યા હતા.
3. ભારતની રાષ્ટ્રમુદ્રામાં ક્યાં ક્યાં પ્રાણીઓ દર્શાવાયેલા છે?
ભારતની રાષ્ટ્રમુદ્રામાં ચાર સિંહો, ઘોડો, હાથી અને બળદ આ પ્રાણીઓ દર્શાવેલ છે.