ધોરણ 10 વિજ્ઞાન (IMP Questions) પ્રકરણ 1: રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો

ધોરણ 10 વિજ્ઞાન (IMP Questions)

std 10 dhoran 10


પ્રકરણ 1: રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી તમામ પ્રકારના પ્રશ્નો (MCQ, ટૂંકા અને મોટા પ્રશ્નો) જવાબો સાથે આપેલા છે.

વિભાગ A: બહુવિકલ્પી પ્રશ્નો (MCQs)

નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા તે કેવા રંગની જ્યોતથી સળગે છે?

  • અ) પીળી
  • બ) વાદળી
  • ક) ઝગારા મારતી સફેદ
  • ડ) લાલ
👉 જવાબ જોવા અહીં ક્લિક કરો
જવાબ: ક) ઝગારા મારતી સફેદ

2. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે કયો નિયમ જવાબદાર છે?

  • અ) ઊર્જા સંરક્ષણનો નિયમ
  • બ) દળ સંચયનો નિયમ
  • ક) વેગમાન સંરક્ષણનો નિયમ
  • ડ) એકપણ નહીં
👉 જવાબ જોવા અહીં ક્લિક કરો
જવાબ: બ) દળ સંચયનો નિયમ

3. દીવાલો ધોળવા માટે નીચેનામાંથી કયો પદાર્થ વપરાય છે?

  • અ) કૅલ્શિયમ કાર્બોનેટ
  • બ) કૅલ્શિયમ હાઈડ્રૉક્સાઈડ
  • ક) કૅલ્શિયમ ઑક્સાઈડ
  • ડ) કૅલ્શિયમ સલ્ફેટ
👉 જવાબ જોવા અહીં ક્લિક કરો
જવાબ: બ) કૅલ્શિયમ હાઈડ્રૉક્સાઈડ [Ca(OH)2]

4. શ્વસન એ કેવી પ્રક્રિયા છે?

  • અ) ઉષ્માશોષક
  • બ) ઉષ્માક્ષેપક
  • ક) વિઘટન
  • ડ) રિડક્શન
👉 જવાબ જોવા અહીં ક્લિક કરો
જવાબ: બ) ઉષ્માક્ષેપક

5. ચિપ્સ (કાતરી) ના પેકેટમાં ઓક્સિડેશન અટકાવવા કયો વાયુ ભરવામાં આવે છે?

  • અ) ઓક્સિજન
  • બ) હાઈડ્રોજન
  • ક) નાઈટ્રોજન
  • ડ) ક્લોરિન
👉 જવાબ જોવા અહીં ક્લિક કરો
જવાબ: ક) નાઈટ્રોજન

6. લેડ નાઈટ્રેટને ગરમ કરવાથી કયા રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે?

  • અ) સફેદ
  • બ) કથ્થાઈ
  • ક) કાળો
  • ડ) લીલો
👉 જવાબ જોવા અહીં ક્લિક કરો
જવાબ: બ) કથ્થાઈ (NO2 વાયુ)
વિભાગ B: એક વાક્યમાં જવાબ આપો

1. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે કાચપેપર વડે સાફ કરવામાં આવે છે?

👉 જવાબ જોવા અહીં ક્લિક કરો
મેગ્નેશિયમની પટ્ટી પર જામી ગયેલા મેગ્નેશિયમ ઓક્સાઈડના નિષ્ક્રિય સ્તરને દૂર કરવા માટે તેને સાફ કરવામાં આવે છે.

2. કળીચૂનાનું રાસાયણિક સૂત્ર શું છે?

👉 જવાબ જોવા અહીં ક્લિક કરો
કળીચૂનાનું સૂત્ર CaO (કેલ્શિયમ ઓક્સાઈડ) છે.

3. રેડોક્ષ પ્રક્રિયા કોને કહેવાય?

👉 જવાબ જોવા અહીં ક્લિક કરો
જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન અને બીજા પ્રક્રિયકનું રિડક્શન એમ બંને સાથે થતું હોય, તેને રેડોક્ષ પ્રક્રિયા કહે છે.

4. ખોરાપણું અટકાવવા માટે વપરાતા પદાર્થોને શું કહે છે?

👉 જવાબ જોવા અહીં ક્લિક કરો
ખોરાપણું અટકાવવા વપરાતા પદાર્થોને 'એન્ટિઓક્સિડન્ટ' કહે છે.
વિભાગ C: વિગતવાર પ્રશ્નો (3 માર્કસ)

1. સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો.

👉 જવાબ જોવા અહીં ક્લિક કરો

જ્યારે બે કે તેથી વધુ પદાર્થો (તત્ત્વો કે સંયોજનો) રાસાયણિક પ્રક્રિયા કરીને એક જ નીપજનું નિર્માણ કરે, ત્યારે તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે.

ઉદાહરણ: કેલ્શિયમ ઓક્સાઈડ (કળીચૂનો) પાણી સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ બનાવે છે.

CaO(s) + H2O(l) → Ca(OH)2(aq) + ઉષ્મા

2. વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? લોખંડની ખીલી અને કોપર સલ્ફેટના પ્રયોગનું વર્ણન કરો.

👉 જવાબ જોવા અહીં ક્લિક કરો

જ્યારે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના દ્રાવણમાંથી મુક્ત (વિસ્થાપિત) કરે, ત્યારે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે.

જ્યારે આયર્ન (લોખંડ) ની ખીલીને કોપર સલ્ફેટના ભૂરા દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે, ત્યારે આયર્ન એ કોપરનું વિસ્થાપન કરે છે. આથી દ્રાવણનો રંગ લીલો (આયર્ન સલ્ફેટ) થાય છે.

Fe(s) + CuSO4(aq) → FeSO4(aq) + Cu(s)

વિભાગ D: HOTS અને બોર્ડ માટેના અગત્યના પ્રશ્નો

1. એક પદાર્થ 'X' નું દ્રાવણ દીવાલો ધોળવા વપરાય છે.
(i) પદાર્થ 'X' નું નામ અને સૂત્ર લખો.
(ii) પદાર્થ 'X' ની પાણી સાથેની પ્રક્રિયા લખો.

👉 જવાબ જોવા અહીં ક્લિક કરો

(i) પદાર્થ 'X' કળીચૂનો (કેલ્શિયમ ઓક્સાઈડ) છે. સૂત્ર: CaO.

(ii) પ્રક્રિયા:

CaO(s) + H2O(l) → Ca(OH)2(aq)

2. એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ 'X' ને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે. તત્વ 'X' અને કાળા પદાર્થનું નામ આપો.

👉 જવાબ જોવા અહીં ક્લિક કરો

તત્વ 'X' એ કોપર (Cu) છે.

કાળા રંગનો બનતો પદાર્થ કોપર ઓક્સાઈડ (CuO) છે.

Best of Luck for Exams! 👍

વધુ મટીરીયલ માટે અમારા બ્લોગને ફોલો કરતા રહો.