ધોરણ 11 ગુજરાતી સ્વાધ્યાય ના જવાબ પાઠ : 1

નાવિક વળતો બોલિયો: નાવિકના ભક્તહૃદયની વાત

નાવિક વળતો બોલિયો: નાવિકના ભક્તહૃદયની વાત

કવિ ભાલણ રચિત આ પદ (કાવ્યસ્વરૂપ)માં રામાયણના સુપ્રસિદ્ધ કેવટ પ્રસંગ દ્વારા એક ભોળા નાવિકના શ્રીરામ પ્રત્યેના અદ્ભુત ભક્તિભાવને દર્શાવવામાં આવ્યો છે. અહીં આ પ્રસંગને લગતા મુખ્ય પ્રશ્નોના ઉત્તરો આપેલ છે.

પ્રશ્ન ૧: સવિસ્તર ઉત્તર (મુખ્ય વિષયવસ્તુ)

નાવિકનું ભક્તહૃદય

નાવિક શ્રીરામનો પરમ ભક્ત હતો.ગંગા નદી પાર કરવા માટે શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર તેની પાસે આવ્યાં.નાવિકે સાંભળ્યું હતું કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા, શ્રીરામની ચરણરજથી જીવિત સ્ત્રી બની ગઈ હત આથી તેને ડર હતો કે જો તે શ્રીરામને હોડીમાં બેસાડે અને હોડી સ્ત્રી બની જાય તો તેની આજીવિકા છીનવાઈ જાયવળી, ઘરમાં એક સ્ત્રી (પત્ની) હોવાથી બીજી સ્ત્રીનું ભરણપોષણ કેવી રીતે કરવું તેની પણ તેને મૂંઝવણ હતી.

વિશ્વામિત્રે સૂચવ્યું કે શ્રીરામનાં ચરણ ગંગાજળથી પખાળવામાં આવે.ભક્તિભાવ અને વિશ્વાસને કારણે નાવિકે વિશ્વામિત્રના ઉપાય પર વિશ્વાસ મૂક્યો, અને આ નિમિત્તે તેને શ્રીરામનાં ચરણ પખાળવાની તક મળી.

નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી?

નાવિકે સાંભળ્યું હતું કે શ્રીરામની ચરણરજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે (જેમ અહલ્યા બની હતી) નાવિકને ભય હતો કે જો હોડી (જે કાષ્ઠની હતી) સ્ત્રી બની જાય તો તેની આજીવિકાનું સાધન છીનવાઈ જાય.ઉપરાંત, ઘરમાં એક સ્ત્રી છે, બીજી આવે તો બંનેનું ભરણપોષણ શી રીતે કરવું તેની મૂંઝવણ હતી. આ કારણોસર નાવિકે શ્રીરામને હોડીમાં બેસાડવાની ના પાડી દીધી.

પ્રશ્ન ૨: ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર

નાવિકે શો વાંધો ઉઠાવ્યો? / નાવિકે રામને હોડીમાં બેસાડવાની કેમ ના પાડી?

નાવિકે વાંધો ઉઠાવ્યો કે શ્રીરામની ચરણરજના સ્પર્શથી તેની હોડી સ્ત્રી બની જશે અને તેની આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જશે.વળી, ઘરમાં એક સ્ત્રી છે અને બીજી આવે તો બંનેના ભરણપોષણની વ્યવસ્થા શી રીતે કરવી તે પણ તેની ચિંતા હતી.

નાવિકના વાંધાનો વિશ્વામિત્ર શો ઉપાય સૂચવે છે?

વિશ્વામિત્રએ નાવિકના વાંધાનો ઉપાય સૂચવ્યો કે તે શ્રીરામનાં ચરણ ગંગાજળથી પખાળે આમ કરવાથી તેમના ચરણમાં સહેજ પણ રજ (ધૂળ) નહીં રહે અને હોડી સ્ત્રી નહીં બને.

નાવિકે રામના પગ કેમ પખાળ્યા?

નાવિકની વિમાસણ દૂર કરવા માટે વિશ્વામિત્રે તેને રામના પગ ગંગાજળથી ધોવાનું સૂચન કર્યું નાવિકને વિશ્વામિત્રના શબ્દો પર વિશ્વાસ હોવાથી, તેણે રામના પગ ગંગાજળથી પખાળ્યા.

પ્રશ્ન ૩: એક વાક્યમાં ઉત્તર

  • નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે.
  • નાવિકે અગાઉ કઈ બાબત વિશે સાંભળ્યું હતું? નાવિકે અગાઉ શ્રીરામની ચરણરજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે તેવા મહિમા વિશે સાંભળ્યું હતું.
  • નાવિકની આજીવિકા શાને લીધે જતી રહેશે? શ્રીરામની ચરણરજના સ્પર્શથી નૌકા સ્ત્રી બની જાય, તો નાવિકની આજીવિકાનું એકમાત્ર સાધન હોડી જતી રહેશે.
  • અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? અંતે શ્રીરામના ગુરુ વિશ્વામિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે.
  • નાવિકે શાના વડે રામનાં ચરણ પખાળ્યાં? નાવિકે ગંગાજળ વડે રામનાં ચરણ પખાળ્યાં.
  • કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? કવિએ શ્રીરામને અશરણશરણ અર્થાત્ નિરાધારના આધાર કહ્યા છે.
  • ‘નાવિક વળતો બોલિયો’ કાવ્યમાં નાવિકના હૃદયનો કયો ભાવ વ્યક્ત થયો છે? 'નાવિક વળતો બોલિયો' કાવ્યમાં નાવિકના હૃદયનો શ્રીરામ પ્રત્યેનો ભક્તિભાવ વ્યક્ત થયો છે.
  • ‘નાવિક વળતો બોલિયો’ કાવ્યના કેન્દ્રમાં કયો પ્રસંગ છે? 'નાવિક વળતો બોલિયો' કાવ્યના કેન્દ્રમાં રામાયણનો કેવટ પ્રસંગ છે.
  • પાષાણમાંથી જે સ્ત્રી થઈ તેનું નામ શું હતું? પાષાણમાંથી જે સ્ત્રી થઈ તેનું નામ અહલ્યા હતું.
  • ‘નાવિક વળતો બોલિયો’ કાવ્યમાં કયા ઋષિનું નામ આવે છે? 'નાવિક વળતો બોલિયો' કાવ્યમાં ઋષિ વિશ્વામિત્રનું નામ આવે છે.

પ્રશ્ન ૪: અન્ય માહિતી

  • ‘નાવિક વળતો બોલિયો’ કૃતિનું કાવ્યસ્વરૂપ દર્શાવો. પદ
  • ‘નાવિક વળતો બોલિયો’ કૃતિના કવિનું નામ જણાવો. ભાલણ
  • નાવિકની આજીવિકાનું સાધન કયું છે? નાવ/હોડી